દ્વારકા-સોમનાથ હાઇવે પર વાહનવ્યવહાર બંધ : માંગરોળના હુસેનાબાદ પાસે નોલી નદીનો બ્રિજ ધોવાયો : અનેક ગામોનો સંપર્ક તૂટ્યો : ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત.

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજસ્થાન અને ગુજરાતની મુલાકાતે : બાલોતરામાં ૧.૦૬ લાખ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે : સાણંદમાં ભારતની પ્રથમ એન્ડ-ટુ-એન્ડ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે : જોધપુરમાં ૨૮,૮૪૦ કરોડની મોડિફાઇડ ઉડાન યોજના લોન્ચ કરવા સાથે ૪૮૦ કરોડના નવા એરપોર્ટ ટર્મિનલનું લોકાર્પણ : પચપદરામાં ૭૯,૪૫૦ કરોડની પેટ્રોકેમિકલ રિફાઇનરી રાષ્ટ્રને સમર્પિત કરાશે અને જયપુર મેટ્રો ફેઝ-૨ નો શિલાન્યાસ થશે

સરકાર ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમના નવા સંસ્કરણ પર કામ કરી રહી છે : તમારા ઘરોમાં સંગ્રહિત સોના પર સરકારની નજરઃ પહેલી વાર ઝવેરીઓની મદદ લેવાની તૈયારીઃ યોજનાનો ઉદ્દેશ્ય ઘરોમાં સંગ્રહિત સોનાનો ઉપયોગ કરવાનો : ભારતીય ઘરોમાં આશરે ૩૦,૦૦૦ ટન સોનું પડેલું છે. આ સોનામાંથી થોડું બહાર કાઢવા માટે, સરકારે ૨૦૧૫ માં ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ રજૂ કરી હતી. જોકે, ગ્રાહકોએ તેને ભાવ આપ્યો ન્હોતોઃ હવે, સરકાર એક નવું સંસ્કરણ શરૂ કરી રહી છે

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે થાણેમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. જેના પગલે કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ ખાનગી અને સરકારી શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી

રાણાવાવ પોલીસે ફુલઝરનેશ વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાએથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી લીધી : પોલીસે સ્થળ પરથી ₹૪૬૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો : કાના જેસાભાઈ મોરી અને બઘા જેસાભાઈ મોરી ફરાર : પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો.

રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગથી જળબંબોળની સ્થિતિ : સિઝનનો સરેરાંશ કુલ વરસાદ ૩.૦૩ ઇંચે પહોંચ્યો : સરેરાશની સામે ૮.૪૬ ટકા નોંધાયો : ૧૨૯ તાલુકાઓમાં ૨ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો : નર્મદા ડેમ ૬૩.૯૪% ભરાયો, અનેક ડેમો એલર્ટ પર. છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લાના ૧૭૨ તાલુકા ધમરોળાયા : માંગરોળમાં સૌથી વધુ ૧૨.૬૪ ઇંચ આકાશી આફત : વાહનવ્યવહાર માટે ૪૮ રસ્તાઓ બંધ કરાયા : માછીમારોને આગામી ચાર દિવસ દરિયો ન ખેડવા કડક ચેતવણી.

કેશોદમાં સતત વરસાદ વરસતા લોકોના ઘર-દુકાનો સુધી પાણી પહોંચી જતા ઉપાધિ. પ્રથમ વરસાદમાં જ સર્વત્ર પાણી.. પાણી જનજીવન અસ્તવ્યસ્ત.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકિનારે હાઈવેવ એલર્ટ: ઉછળતાં મહાકાય મોજા.

રાજ્યના ૧૭૨ તાલુકાઓમાં ધુંઆધાર બેટિંગ કરતા મેઘરાજા.

ગુજરાતમાં ૧૨ ઇંચ, ઉત્તર ગુજરાતમાં ૯ ઇંચ, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ૩ ઇંચ.

કચ્છમાં મેઘરાજાની હાઉકલી : ભારેથી અતી ભારે વરસાદની આગાહી : વલસાડ જિલ્લામાં પણ સટાસટી.

માંગરોળમાં 12 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો: બંદર વિસ્તાર અને મુખ્ય માર્ગો પર પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્

કેશોદ પંથકને આખી રાત 'નવડાવતા' મેઘરાજા: ૮ ઇંચ વરસતા NDRF ટીમ તૈનાત. મામલતદાર સંદિપકુમાર મહેતાની આગેવાનીમાં તંત્ર એલઁટ.

ચોમાસુ દમણ-દીવ અને પોરબંદર પહોંચ્યું, આગામી 48 કલાકમાં આખું ગુજરાત ધમરોળશે

સબ્સ્ક્રાઇબ કરો

ખેતીને લાગતા તમામ સમાચાર સીધા તમારા મોબાઇલમા મેળવો.